-
ભારતીય ફિલ્મોમાં પોતાનું મોખરાનું સ્થાન ધરાવનાર જીવંત દંતકથારૂપ સમાન એવા મૃણાલ સેનનું આજે 30 ડિસે.ની સવારે નિધન થયું હતું. બંગાળમાં તેમના ભોવાનીપોર નિવાસસ્થાને 95 વર્ષની ઉંમરે સેનનું નિધન થયું હતું. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને શોકાંજલિ પાઠવી છે. બંગાળી સમાતંર ફિલ્મોમાં અનેરૂ પ્રદાન આપનાર તથા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત મૃણાલસેનની ફિલ્મોએ ફિલ્મ જગતમાં અમીટ છાપ છોડી છે. તેમની યાદગાર અને પુરસ્કાર વિજેતા ફિલ્મોમાં આકાશ કુસુમ, ભુવનશોમ, મૃગયા, એકદિન પ્રતિદિન, ખંડહર વગેરે.નો સમાવેશ થાય છે. ફિલ્મ મૃગયામાં ડિસ્કો ડાન્સર મિથૂન ચક્રવર્તીએ યાદગાર ભૂમિકા નિભાવી હતી.