ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈ સતત વિવાદ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને નેપાળમાં પણ ઝટકો મળ્યો છે. વાસ્તવમાં કાઠમંડુમાં ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મ રિલિઝ થયા બાદ ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન પણ થયા... જેના કારણે ત્યાંની પોલીસે કાઠમંડુમાં ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. માત્ર પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ જ નહીં... પરંતુ સોમવારથી કોઈપણ હિન્દી ફિલ્મ અહીંના સિનેમાઘરોમાં પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.