અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી હજારીની પોળ પાસે ગત મોડી રાત્રે રિયાઝૂદિન શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા અજાણ્યા શખ્શોએ છાતીમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરી નાખી હોવાની વાત જાણવા મળી છે. ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.