તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ઉભેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં દાઝી જવાથી 9 લોકો જીવતા ભૂંજાયા છે. આ સાથે આ અકસ્માતમાં 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન લખનૌથી રામેશ્વરમ જઈ રહી હતી. આ દરમિયાન પ્રવાસી કોચમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર,આગની ઘટના સવારે 5.15 વાગ્યે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.