છત્તીસગઢના બલૌદા બાજાર જિલ્લામાં સતનામી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ જિલ્લા મથકે આવેલી કલેક્ટર બિલ્ડિંગને જ આગ લગાવી દીધી હતી. આગમાં કલેક્ટર ઓફિસના અનેક વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ ઉપરાંત જિલ્લા કચેરી, એસપી ઓફિસને પણ આગ લગાવી હોવાના અહેવાલો છે