પશ્ચિમ બંગાળના હાવડામાં એક માર્કેટમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે 800-1000 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. માર્કેટમાં 5000 થી વધુ દુકાનો છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આગ આયોજનપૂર્વક લગાડવામાં આવી છે. તેઓ કહી રહ્યા છે કે દુકાનની માલિકીનો મામલો વર્ષોથી ચાલી રહ્યો છે. એક દુકાનદારે જણાવ્યું કે માર્કેટમાં ઓછામાં ઓછી એક હજાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગ બુઝાવવા માટે 18 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે.