ઉત્તર પશ્ચિમ તુર્કીમાં આવેલ લોકપ્રિય સ્કી રિસોર્ટની એક હોટેલની લાગેલી આગમાં ૬૬ લોકોનાં મોત થયા છે તેમ તુર્કીના ગૃહ પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. અલી યેરલિકાયાના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અન્ય ૫૧ લોકો ઘાયલ થયા છે.
તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા પછી પત્રકારોને જણાવ્યું હતું કે અમે ઉંડા દુ:ખમાં છીએ. અમે આ હોટેલમાં લાગેલી આગમાં કમનસીબે ૬૬ લોેકોએ જીવ ગુમાવ્યા છે. આરોગ્ય પ્રધાન કેમલ મેમિસોગલુએ જણાવ્યું હતું કે એક ઘાયલ વ્યકિતની સ્થિતિ ગંભીર છે. અધિકારીઓ અને પત્રકારોના જણાવ્યા અનુસાર બોલુ પ્રાંતમાં ૧૨ માળની ગ્રાન્ડ કાર્ટલ હોટેલની રેસ્ટોરન્ટમાં વહેલી સવારે ૩.૩૦ કલાકે આગ ફાટી નીકળી હતી.