રાજ્યમાં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે આવી જ એક આગ લાગવાની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેજમેન્ટમાં ભીષણ આગ લાગી છે.
આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની 22 ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધુમાડો વધુ હોવાથી આગ બુજવવામાં હાલાકી પડી રહી છે