કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો દ્વારા દિલ્હી સરહદે કરવામાં આવી રહેલા આંદોલનનો સાતમો દિવસ પણ બેઠકોના તબક્કા અને આકરા વિરોધ વચ્ચે પૂરો થયો હતો. બુધવારે સવારથી જ ખેડૂત સંગઠનો અને બીજી તરફ કેન્દ્રીયમંત્રીઓ વચ્ચે બેઠકોનો દૌર ચાલુ થયો હતો જે મોડી સાંજે પૂરો થયો હતો. આ દરમિયાન ખેડૂત સંગઠનો દ્વારા સાંજે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા કાળો કાયદો રદ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. સરકાર જ્યાં સુધી આ કાયદો રદ નહીં કરે ત્યાં સુધી આ મુદ્દે કોઈ પીછેહઠ કરવામાં નહીં આવે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહનાં નિવાસસ્થાને સવારથી કેન્દ્રીયમંત્રીઓની અવરજવર ચાલુ હતી. સાંજે ગૃહમંત્રી અને કૃષિમંત્રી તથા અન્ય નેતાઓ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રોના મતે ગુરુવારે ખેડૂત નેતાઓ સાથે યોજાનારી બીજી મહત્ત્વની બેઠક પહેલાંની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.