મધ્ય પ્રદેશના દમોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના કાફલાના એક વાહનની બસ સાથે ભીષણ ટક્કર થઈ ગઈ. નરસિંહ ચોકી પાસે છતરપુરથી આવી રહેલી એક બસે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલના પોલીસ કાફલાના વાહનને ટક્કર મારી દીધી. જેનાથી કાફલાના ત્રણ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે.