ઉત્તરપ્રદેશના બરેલીના ભોજીપુરા હાઇવે પર રાતે આશરે 11 વાગ્યે એક ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે બંને ગાડીઓ આગની લપેટમાં આવી ગઇ હતી. ડમ્પરનો ડ્રાઈવર તો જીવ બચાવીને ભાગી ગયો પણ કારમાં સવાર આઠ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. તેમાં એક બાળક પણ સામેલ હતું.