સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીનની વિરૂધ્ધ સ્પીડી ટ્રાયલના અંતે આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો છે.
કામરેજ પાસોદરામાં ગઈ તા. 6 ફેબ્રુઆરી ના રોજ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ ગણતરીના કેસ કાર્યવાહી ની મુદતો બાદ આજે સ્પીડી ટ્રાયલ બાદ આજે કોર્ટે આરોપી ફેનીલ ગોયાણી ને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે.સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 105 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને પોતાનો કેસ નિ:શકપણે પુરવાર કરતાં કોર્ટે આરોપી ફેનિલને હત્યા,હત્યાના પ્રયાસ સહિત ના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને પૂછ્યું કે તમે એક નિ:સહાય યુવતિનો વધ કર્યો છે. તો કોર્ટ તમારો કલમથી વધ કેમ ન કરવો ?.તમને મૃત્યુ દંડની સજા કેમ ન કરવી ? આરોપીને પોતાના બચાવ માટેની પૂરતી તક આપી ..પરંતુ આરોપી ફેનિલ કંઈ ન કહ્યું.. માત્ર મૌન રહ્યો.