IRS અધિકારી મહિલામાંથી પુરુષ બન્યા, સિવિલ સર્વિસના ઈતિહાસમાં આવો પહેલો કિસ્સો
ઈન્ડિયન રેવન્યુ સર્વિસ જેને આપણે ટૂંકમાં IRS તરીકે ઓળખીએ છીએ ત્યાંના વરિષ્ઠ અધિકારી એમ અનુસુયાએ તેનું લિંગ બદલ્યું છે. આ સાથે હવે એમ અનુકથિર હવે સૂર્ય બની ગયા છે. જાણવા જીવ બાબત એ છે કે, સરકારે IRS અધિકારી દ્વારા તેનું નામ અને લિંગ બદલવા માટે કરવામાં આવેલી અપીલને મંજૂરી પણ આપી દીધી હતી.
ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના: તમને જણાવી દઈએ કે, ભારતીય સિવિલ સર્વિસના ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના બની છે કે જ્યાં કોઈ અધિકારીને પોતાનું લિંગ અને નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હોય. લિંગ બદલનાર 35 વર્ષની અનુસુયા હૈદરાબાદની કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ અપીલ ઓથોરિટી (CESTAT)માં જોઈન્ટ કમિશનર તરીકે પોસ્ટેડ છે.