નરોડામાં વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાટર્સમાં મહિલા પોલીસકર્મીએ કોઇક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. જેમાં મૃતક મહિલા પોલીસકર્મી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આમીમાં નોકરી કરતા પતિ મહેમાનને મૂકવા માટે બસ સ્ટેન્ડે ગયા હતા અને એકલતાનો લાભ લઇને પત્નીએ ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે, એસઆરપી-2 ક્વાટર્સમાં ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી છે. પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી છે.
નરોડા પાટીયા પાસે એસ.આર.પી ક્વાટર્સમાં રહેતા અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ વાસી ઉત્તરાયણના દિવસે પોતાના ઘરે એકલતાનો લાભ લઇને કોઇક અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચા જવા પામ્યો છે. આ બનાવ અંગે નરોડા પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં વાસી ઉત્તરાયણના દિવસે તેમના ઘરે મહેમાન આવ્યા હતા. અને મહિલા પોલીસના પતિ મહેમાનને બસ સ્ટેન્ડ ઉતારવા ગયા હતા ત્યારે તેઓએ ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહિલા પોલીસ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ૬ વર્ષથી ફરજ બજાવતા હતા. તેમજ પતિ છેલ્લા ૧૩ વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે અને ઉત્તરાયણમાં ૪૫ દિવસની રજા લઇને તેઓ અમદાવાદ આવ્યા હતા. જ્યારે મહિલા પોલીસ પત્નીએ પણ પોલીસ ખાતામાં બે દિવસની રજા લીધી હતી. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને પતિ અને પરિવારના નિવેદન નોંધીને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
નરોડામાં વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાટર્સમાં મહિલા પોલીસકર્મીએ કોઇક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. જેમાં મૃતક મહિલા પોલીસકર્મી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આમીમાં નોકરી કરતા પતિ મહેમાનને મૂકવા માટે બસ સ્ટેન્ડે ગયા હતા અને એકલતાનો લાભ લઇને પત્નીએ ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.