Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીમાં (coronavirus) રાજ્યમાં (Gujarat) ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફી મામલે વિવાદ વકર્યો છે. પરંતુ આમાં ગુજરાત સરકાર દ્વારા મહત્તવની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2020-21મા ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSE, ICSE, IB તથા અન્ય બોર્ડ સંલગ્ન સ્વ નિર્ભર શાળાઓ કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરી શકે.
વૈકલ્પિક પ્રવૃતિઓની ફી ભરવાની રહેશે નહીં
આ સાથે જણાવવામાં આવ્યું કે, શાળાઓ કોઈ જ વૈકલ્પિક પ્રવૃતિઓ-સુવિધાઓ સહિત કોઈ ઈતર ફી પણ નહીં લઈ શકે. જે વાલીએ આ ફી ભરી દીધી હોય તેમને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આ રકમ સરભર કરી આપવાની રહેશે. સ્કૂલો માત્ર ને માત્ર ટ્યૂશન ફી જ લઈ શકશે.સ્કૂલ લેઇટ ફી ચાર્જ વસૂલી શકશે નહીં
આ સાથે રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળઓએ ફીમાં 25 ટકાની રાહત આપતો પરિપત્ર જારી કર્યો હતો. ત્યારે ખાનગી સ્કૂલોના સંચાલકોએ 31 ઓક્ટોબર સુધીમાં જે વાલી ફી ભરે તેમને જ 25 ટકા રાહત આપવાની વાત કરી હતી. પરંતુ સરકારના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, ટયૂશન ફીમાં 75 ટકા બાદ આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી દર મહિને હપ્તે કે એક સાથે વર્ષમાં ગમે ત્યારે ભરી શકશે. જે વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા લોકો મોડી ફી ભરવા માગતા હોય તો તેમણે કારણ દર્શાવતી રજૂઆત સ્કૂલમાં કરવાની રહેશે. આવા મામલાઓમાં પણ સ્કૂલ લેઇટ ફી ચાર્જ વસૂલી શકશે નહીં.
પહેલા 31 ઓક્ટોબર સુધી ભરવાની અપીલ કરાઇ હતીઆ અંગે પહેલા રાજ્યનાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સ્કૂલો ટ્રાન્સપોર્ટ, લાઇબ્રેરી, કમ્પ્યુટર તથા સ્પોર્ટસ એક્ટિવિટી માટેની ફી લઈ શકશે નહીં. શિક્ષણમંત્રીએ વાલીઓને 31 ઓક્ટોબર સુધી ફી ભરવાનો અનુરોધ કર્યો છે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ખાનગી સ્કૂલો ફી રાહતની સામે શિક્ષકોને પગાર આપવો નહીં તેવા નિર્ણય લઇ શકશે નહીં. ઉપરાંત શિક્ષકોને પગાર વેતન નહીં આપવાની પદ્ધતિ પણ અપનાવી શકશે નહીં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ