ફી નિર્ધારણ કમિટીએ ફી નક્કી નથી કરી તેવી અમદાવાદની 12 જેટલી શાળાઓએ બીજા ક્વાર્ટર માટેની ફી પણ ઉઘરાવી. સંચાલકો કહે છે કે પગાર, વીજળીના બીલ ચૂકવવામાં મુશ્કેલી છે, તેથી આ ફી ઉઘરાવી છે. આ ફી ઉઘરાવવામાં શહેરની ઉદગમ, આનંદ નિકેતન અને અમદાવાદ ઈન્ટરનેશનલ જેવી સ્કૂલનો સમાવેશ થાય છે. કમિટીના પ્રવક્તાનું કહે છે કે શાળાઓએ કોર્ટ, સરકારના નિર્ણયની રાહ જોવી જોઈએ.