ગુજરાતમાં પહેલી જ વાર મેડિકલના PG અને પેરામેડિકલ કોર્સમાં સેન્ટ્રલાઈઝ એડમિશન શરુ કરાયું, જેના પગલે આડેધડ વસુલાતી ફી પર અંકુશ આવશે. નવા ફી માળખા મુજબ ફી લાખથી લઈને 66 લાખ રુપિયા(મેનેજમેન્ટ ક્વોટા) સુધી નિર્ધારીત કરી શકાશે. અગાઉ 50 લાખથી માંડીને 4 કરોડ રુપિયા સુધીની ફી વસુલાતી. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની એડમિશન કમિટિને સંસ્થાઓએ મોકલેલી દરખાસ્તોને આધારે ફી નક્કી કરાઈ છે.