ભૂતપૂર્વ ટોચના ક્રમાંકિત રોજર ફેડરરે ૨૦૧૭ના વર્ષમાં શાનદાર પ્રદર્શનનો સિલસિલો જારી રાખતાં ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું છે. સ્વિત્ઝર્લેન્ડના ટેનિસસ્ટાર ફેડરરે ફાઇનલમાં પોતાના જ દેશના સ્ટેન વાવરિન્કાને ૬-૪, ૭-૫થી આસાનીથી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત ફેડરર પાંચમી વખત ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો છે. જેની સાથે જ તેણે સૌથી વધુ પાંચ વખત ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સનું ટાઇટલ જીતવાના નોવાક યોકોવિચના રેકોર્ડની પણ બરાબરી કરી છે. અગાઉ ૨૦૦૪ થી ૨૦૦૬ અને ૨૦૧૨માં ફેડરર આ ટાઇટલ પોતાને નામે કરી ચૂક્યો છે.