રોજર ફેડરરની ગણના શા માટે ટેનિસના ઓલટાઇમ ગ્રેટેસ્ટ પ્લેયર્સમાં થશે એ તેણે ફરી એકવાર પુરવાર કરી દીધું છે. ૩૫ વર્ષીય ફેડરરે રફેલ નડાલને ૬-૩, ૬-૪થી આસાનીથી હરાવી માયામી ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. ફેડરર ઈજાને કારણે ગત વર્ષે છ મહિના સુધી ટેનિસકોર્ટથી દૂર રહ્યો હતો. ટેનિસકોર્ટમાં વાપસી બાદ ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ, ઇન્ડિયન વેલ્સ અને માયામી ઓપનના ટાઇટલ પોતાને નામે કરી ચૂક્યો છે.