વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનના અતિ સુરક્ષિત કહેવાતા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા જેએચવી મોલમાં પિસ્તોલ લઈને આવેલા બે અસમાજિક તત્વોએ બુધવારે બપોરે ત્રણ વાગે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર વ્યક્તિને ગોળી વાગી હતી. તેમાંથી બે વ્યક્તિનાં મોત થઈ ગયા હતા. અચાનક ગોળીબાર થતાં મોલમાં અફરાતફરી મચી ગઈ હતી.
દેશમાં પ્રથમ વખત કોઈ મોલમાં આ પ્રકારની ગોળીબારની ઘટના ઘટીને કારણે પોલીસ તંત્ર અને સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એડીજી પી.વી. રામાશાસ્ત્રી, રેન્જ આઈજી વિજય સિંહ મીણા, ડીએમ સુરેન્દ્ર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરનારા મહાત્મા ગાંધી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હતા અને તેઓ નશામાં ધૂત હતા. તેઓ પૂમા શોરૂમમાં કામ કરતા એક કર્મચારીને મારવા આવ્યા હતા.