ગુજરાતમાં મેઘ મહેરના કારણે સારો વરસાદ જોવા મળ્યો છે. અત્યાર સુધી 121% કરતા વધારે વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. જેના કારણે નદી, તળાવ અને સરોવર પાણીથી છલોછલ ભરાઈ ગયા છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 24 કલાકના સમયમાં ડિપ્રેશરમાં પરિવર્તિત થશે. આ લો-પ્રેશર સિસ્ટમના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં અને દરિયાના હવામાનમાં પરિવર્તન આવ્યું છે.
લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ બોટ એસોસિએશનને એક પણ માછીમારને દરિયામાં બોટ લઇને ન જવા દેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયામાં ગયેલી બોટોને કોસ્ટગાર્ડ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે કે, વહેલામાં વહેલી તકે આ તમામ બોટ તેમની નજીકના બંદર પર પહોંચે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં મધ્યમ તો અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે રાજુલા, પોરબંદર અને વેરાવળ સહિતના દરિયા કિનારાઓ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હાલ આ લો-પ્રેશર સિસ્ટમ વેરાવળથી 150 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ દિશામાં છે.