દેશમાં ચાલી રહેલી લોકસભા ચુંટણીમાં છ તબક્કા પૂરા થઇ ગયા છે અને હવે માત્ર સાતમો તબક્કો બાકી રહ્યો છે. 23 મેના દિવસ લોકસભાની ચૂંટણીનું પરિણામ છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસ કેટલી બેઠક જીતશે તેના પર રાજકીય પંડિતો ગણિત માંડી રહ્યા છે પરંતુ ગુજરાતમાં ભાજપને અંદર ખાને ડર સતાવી રહ્યો છે કે ગુજરાતમાંથી 26 બેઠકો જીતનું સપનું રોળાઈ જાય તેવું લાગી રહ્યું છે
ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસની બનાસકાંઠા, પાટણ, આંણદ, સુરેન્દ્રનગર, દાહોદ, વલસાડ, અમરેલી, બારડોલી અને છોટા ઉદેપુર લોકસભા બેઠકો પર કબજો કરે તે શક્યતા નકારી શકાય તેમ નથી. પરંતુ એક માહિતી એવી પણ મળી રહી છે કે ગુજરાતમાં કેટલાક મીડિયા કર્મચારીઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ જ નજીક છે અને તેઓને રૂપાણીએ ખાનગીમાં કહ્યું છે કે ભાજપ ગુજરાતમાં 17થી વધુ બેઠક જીતી શકે તેમ નથી એવી પણ વાત વહેતી થઇ છે.
ગુજરાતની લોકસભા બેઠકમાંથી ભાજપ 26માંથી 26 જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંદર ખાને 10 લોકસભા બેઠક પર જીત મળશે એવી આશા વ્યક્ત કરવમાં આવી રહી છે. પરંતુ આ બધી ગણતરી અને રાજકીય સમીકરણો પરનો પડદો 23 મેનાં પરિણામ આવશે તે દિવસે ઉઠી જશે.