મહારાષ્ટ્રના FDA એ રાજ્યમાં જોનસન એન્ડ જોનસન બેબી પાવડરનું લાઇસન્સ રદ કરી દીધું છે અને રાજ્યમાં ઉત્પાદન અને ઉત્પાદનનું વેચાણ બંધ કરી દીધું છે. કારણ કે, એવું જાણવા મળ્યું છે કે, બાળકો માટે પાવડરનું pH મૂલ્ય અનિવાર્ય મર્યાદાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે કંપનીને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને તેનું લાઈસન્સ કેમ રદ ન કરવું જોઈએ તે જણાવવા માટે કહ્યું છે. FDAએ જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડરના બે સેમ્પલ એકત્રિત કર્યા હતા. તેમાંથી એક પુણે અને બીજુ નાસિક લઈ જવામાં આવ્યું હતું. પરીક્ષણ પરિણામોમાં જાણવા મળ્યું કે, તે શિશુ ત્વચા પાવડર માટેના pH ધોરણનના માપદંડ પ્રમાણે નહોતું.