કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું (RGF)નું ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાયસન્સ રદ કરી દીધું છે. આરજીએફ એક બિન-સરકારી સંસ્થા છે જે ગાંધી પરિવાર સાથે જોડાયેલી છે. ફોરેન ફન્ડિંગ લો ના ઉલ્લંઘનમાં દોષિત સાબિત થયા બાદ NGO વિરુદ્ધ આ કાર્યવાહી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લાયસન્સ રદ કરવાનો નિર્ણય ઈન્ટર-મિનિસ્ટ્રિયલ કમિટીની તપાસના આધારે થયો છે. આ કમિટીની રચના જુલાઈ 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. FCRA લાયસન્સ રદ થવાને લઈને નોટિસ RGF ઓફિસ મોકલી દેવામાં આવી છે.