ઓરિસ્સાના ભદ્રક શહેરમાં એક દારૂડિયા પતિએ મોબાઇલ અને શરાબ માટે પોતાના એક વર્ષના બાળકને 25 હજારમાં વેચી નાંખ્યું હતું. જો કે ત્યારબાદ સ્થાનિક ચાઇલ્ડ હેલ્પ લાઇનની મદદથી પોલીસ દ્વારા માસુમ બાળકને પરત લઇ તેની માતાને સોંપાયો હતો. બાળકની માતાએ આ જઘન્ય અપરાધ બદલ પોતાના પતિને સજા કરવાની માંગ પણ કરી હતી. પોલીસે બાળકના પિતા પાંડિયા મુખીની ધરપકડ કરી છે.