પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા બાહર શિવાંશને તરછોડવા મામલે કોર્ટે સચિનના 14 તારીખ સુધીના રિમાંડ મંજુર કર્યા છે. સચિન દિક્ષિતે પહેલા આઠમી ઓક્ટોબરે લિવઇન પાર્ટનર હીના ઉર્ફે મહેંદી પેથાણીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ તેમના નાનકડા દીકરા શિવાંશને લઇને ગાંધીનગર પહોંચ્યો હતો અને બાળકને તરછોડ્યો હતો. જોકે, આ બે ઘટનાની વચ્ચે તેણે શું કર્યું તે પણ તપાસનો વિષય છે. જોકે, પોલીસે પહેલા કોર્ટ પાસે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ સચીનના ચાર દિવસના રિમાન્ડ જ મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે, કોર્ટની કાર્યવાહી દરમિયાન સચિન ભાંગી ગયો હતો અને રડી પડ્યો હતો.