મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર ભીષણ રોડ અકસ્માતના સમાચાર આવ્યા છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે. આ ભીષણ અકસ્માત મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર ગોરેગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રોપોલી ગામની નજીક થયો છે. ટ્રક અને ફોર વ્હીલ વાહનની વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જો કે, તેમાં એક ચાર વર્ષનો બાળક માંડ માંડ બચી ગયો હતો. દુર્ઘટના સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી.