આગામી 25 ઓગસ્ટે હાર્દિક પટેલના પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યથાવત રહેવાનો છે જોકે,કાર્યક્રમનું સ્થળ બદલાયું છે. હાર્દિક પટેલ હવે નિકોલના બદલે પોતાના નિવાસસ્થાને જ અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે. પોતાના નિવાસ સ્થાને જ ઉપવાસ આંદોલનને લઈને તેના ઘરે તૈયારીઓ શરૂ થઈ છે. રવિવારે પણ હાર્દિકે અમરણાંત ઉપવાસ આંદોલનની મંજૂરી માટે એક દિવસના પ્રતિક ધરણાનો પણ પ્રયાસ કર્યો હતો.