ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી દેહરાદૂનમાં ઈજાગ્રસ્ત થયો છે. તે અહીંની અભિમન્યુ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરીને પાછો દિલ્હી ફરી રહ્યો હતો ત્યારે દેહરાદૂનમાં તેની કારનું એક્સિડેન્ટ થયું હતું. તેને માથામાં ચોટ વાગી છે અને ડોક્ટરોએ ટાંકા લીધા છે. હાલ તેની તબિયત સારી છે અને તબીબોએ તેને આરામ કરવા સલાહ આપી છે. તે દર શુક્રવારે પ્રેક્ટિસ કરવા દેહરાદૂન જાય છે.