મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકએ ખેડૂતો દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલા આંદોલન મુદ્દે કહ્યુ કે ખેડૂતોએ પોતાની માગને પૂરી કરાવવા માટે અડગ રહેવુ પડશે. ખેડૂતોએ એકવાર ફરી આકરા વલણ સાથે આંદોલન કરવુ જોઈએ કેમ કે કેન્દ્ર સરકાર એમએસપી પર ચૂપ છે જ્યારે સરકારને એમએસપી લાગુ કરી દેવી જોઈએ.