કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં હજારોની સંખ્યામાં દિલ્હી પહોંચેલા ખેડૂતો અને સરકાર વચ્ચે રવિવારે ટકરાવ વધુ ઉગ્ર બન્યો હતો. કૃષિ કાયદાઓ સામેની ખેડૂતોની ફરિયાદો પર ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રસ્તાવને ફગાવી દેતાં ખેડૂત સંગઠનોએ દિલ્હીને જોડતા પાંચ હાઇવે પર ઘેરાબંધી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીના પ્રમુખ સુરજિત એસ ફુલએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય બુરાડી પાર્ક જવાના નથી. અમને પુરાવો મળ્યો છે કે બુરાડી પાર્ક ઓપન જેલ છે. દિલ્હીની પોલીસ ઉત્તરાખંડ ખેડૂત એસોસિયેશનના પ્રમુખ તેજિન્દરસિંહ બિષ્ટને જંતરમંતર લઇ જવાનું કહીને તેમની આગેવાની હેઠળના ખેડૂતોને બુરાડી પાર્ક લઇ ગઇ અને તેમને ત્યાં કેદ કરી લીધાં છે. અમે ઓપન જેલમાં જવાને બદલે સોનીપત, રોહતકના બહત્તરગઢ, જયપુરથી દિલ્હી આવતા હાઇવે, મથુરાથી દિલ્હી આવતા હાઇવે અને ગાઝિયાબાદથી આવતા હાઇવેને જામ કરી દિલ્હીની પાંચ પોઇન્ટ પર ઘેરાબંધી કરીશું. અમે ચાર મહિનાનો સીધુસામાન લઇને નીકળ્યા છીએ.