Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે દિલ્હીની બોર્ડર પર ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહેલા ૪૦ કિસાન સંગઠનોનું આંદોલન ૬૧મા દિવસમાં પ્રવેશ્યું છે. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજવા કિસાનો મક્કમ છે. દિલ્હી પોલીસે રવિવારે કિસાનોને ટ્રેકટર રેલી યોજવા સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પણ સોમવારે મામલો પેચીદો બન્યો હતો. કિસાન યુનિયન દ્વારા ટ્રેકટર રેલી માટે દિલ્હી પોલીસે સૂચવેલા રૂટ્સનો અસ્વીકાર કરાયો છે. કિસાનોએ કહ્યું છે કે તેમણે નક્કી કરેલા રૂટ્સ પર રેલી યોજવા પોલીસે મંજૂરી આપવી જોઈએ. રેલી માટે પોલીસે મૂકેલા નિયંત્રણો અને શરતો સ્વીકારવા પણ કિસાન સંગઠનોએ ઈનકાર કર્યો છે. કિસાન સંગઠનોએ કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં જૂના રિંગ રોડ પર રેલી યોજવા માગે છે પણ પોલીસે જે રૂટ્સની પરવાનગી આપી છે તેમાં મોટાભાગનાં સ્થળો હરિયાણામાં આવે છે. કિસાન સંગઠનના નેતાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. રેલીમાં જોડાવા માટે હજારો ખેડૂતો યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીથી ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. રેલીમાં ૨ લાખથી વધુ ટ્રેકટર જોડાવાનો કિસાન નેતાઓએ દાવો કર્યો છે. દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોથી દિલ્હીમાં કિલ્લેબંધી કરી દીધી છે. સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે સાંજે દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાકીદની બેઠક યોજી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ