નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 19 દિવસથી દિલ્હી-હરિયાણા સિંઘુ બોર્ડર પર ધરણા ધરી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. આ જ ક્રમમાં આજે ખેડૂત નેતા સિંઘુ બોર્ડર પર ભૂખ હડતાળ કરશે. આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોનું સમર્થન કરતા સવારથી સાંજ સુધી ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટી કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે ખેડૂતોની આ માગણીઓના સમર્થનમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. ત્યારબાદ આપ સરકારમાં મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે પાર્ટીના તમામ પદાધિકારી, વિધાયક અને કોર્પોરેટર સવારે આઇટીઓ સ્થિત પાર્ટી કાયર્લિય પર સામૂહિક ઉપવાસ કરશે. આમ આદમી પાર્ટી ખેડૂતોની માગણીઓના સમર્થનમાં સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે છે.