દિલ્હીની સરહદો પર લગભગ એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સંઘર્ષ અને સત્ય સામે અંતે મોદી સરકારે ઘૂંટણીયે પડીને ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની ફરજ પડી છે. સરકારનો આ નિર્ણય અન્નદાતાઓની જીત અને સરકારના અહંકારનો પરાજય છે. લગભગ ૧૨ મહિનાના ગાંધીવાદી આંદોલન પછી આજે દેશના ૬૨ કરોડથી વધુ ખેડૂતો-ખેત મજૂરોના સંઘર્ષ અને ઈચ્છા શક્તિ તથા ૭૦૦થી વધુ ખેડૂત પરિવારોના બલિદાનનો વિજય થયો છે તેમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે આજે સત્તામાં બેઠેલા લોકોનું ખેડૂતો વિરુદ્ધ રચાયેલું કાવતરું પણ હાર્યું છે અને સરમુખત્યાર શાસકોનો અહંકાર પણ હાર્યો છે. છેલ્લા સાત વર્ષમાં ભાજપ સરકારે સતત કૃષિ ક્ષેત્ર પર અલગ અલગ રીતે હુમલા કર્યા છે.