ખેડૂતોની દિલ્હી કૂચ (Delhi Chalo)ને ધ્યાનમાં રાખીને, 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી અંબાલા જિલ્લાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ આદેશ હરિયાણા સરકારના ગૃહ વિભાગ દ્વારા દૂરસંચાર અધિનિયમ, 2023 અને ટેલિકોમ્યુનિકેશન (સેવાઓનું કામચલાઉ સસ્પેન્શન) નિયમો, 2024 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આદેશનો હેતુ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને ઇન્ટરનેટના દુરુપયોગ દ્વારા ફેલાતી અફવાઓને રોકવાનો હોવાનું કહેવાય છે.