Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર ખાતેની એનડીએ સરકારના એક સમયના ઘટકપક્ષ શિરોમણિ અકાલીદળે કૃષિ કાયદા મુદ્દે પ્રવર્તી રહેલી મડાગાંઠના મુદ્દે વિરોધ જાહેર કરતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થઇ રહેલા બજેટ સમયે સભાત્યાગ કર્યો હતો. મોદી કેબિનેટના એક સમયના અન્ન પુરવઠાપ્રધાન હરસિમરત બાદલે નારાજગી જાહેર કરતા જણાવ્યું હતું કે, ‘કમનસીબી છે કે ખેડૂતો દ્વાર પર બેઠા છે ત્યારે સરકાર ફોન કોલની વાત કરી રહ્યા છે. મહિનાઓથી ખેડૂતો હાડ ગાળતી ઠંડીનો સામનો કરતા બેઠા હોવા છતાં રાષ્ટ્રપતિના સંયુકત સત્ર સંબોધનમાં કે પછી વડા પ્રધાનના કાર્યક્રમ મન કી બાતમાં તેનો ઉલ્લેખ ના થયો તે બાબત શરમજનક છે. ૧૦૦ જેટલા ખેડૂતોના મૃત્યુ થઇ ચૂક્યા છે. મહિનાઓથી ખેડૂતો દ્વાર પર બેઠા છે. આૃર્ય છે કે તેઓ હજી ફોન કોલની પ્રતીક્ષા કરી રહ્યા છે. ૧૧ રાઉન્ડની વાતચીત પછી તેમને હૈયાધારણ આપવાની જરૂર છે કે હવે વધુ લોકોને મરવાની જરૂર નથી. આપણે હજી ફોન કોલ્સની વાત કરી રહ્યા છીએ.’  રવિવારની સર્વપક્ષીય બેઠકમાં મોદીએ કહ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર એક ફોન કોલ છેટે જ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ