ગુજરાતમાં આ વર્ષે વરસાદની ઘટ છે. અનેક વિસ્તારોમાં સારો વરસાદ ન પડ્યો હોવાથી દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 14 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન આઠમી સપ્ટેમ્બરથી સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી રીતે કહીએ તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ જામી ગયો છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
ક્યારે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી:
6 સપ્ટેમ્બર: પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.
7 સપ્ટેમ્બર: મંગળવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના. જેમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
8 સપ્ટેમ્બર: બુધવારે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરુચ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે છે.