કેન્દ્ર સરકાર દ્વારા સંસદના શીતકાલીન સત્રમાં ત્રણ કૃષિ કાનૂનને રદ કર્યા પછી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આંદોલન પરત લેવાનો નિર્ણય કર્યો છે. જોકે હજુ કિસાનોની એક બેઠક થશે જેમાં આંદોલનને ખતમ કરવાનો ઔપચારિક નિર્ણય થશે. બીજી તરફ કિસાન સંગઠનોનું કહેવું છે કે તે 11 ડિસેમ્બરથી દિલ્હીની પાંચેય સરહદોને ખાલી કરવાનું શરૂ કરાશે. તમને જણાવી દઈએ કે ગત મહિને 19 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માફી માંગતા ત્રણેય કાનૂન પાછા લેવાની જાહેરાત કરી હતી. જોકે આમ છતા ખેડૂતો હટ્યા ન હતા.