દેવા માફીની માંગણી સાથે મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ખેડૂતો આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે આ સંબંધે વાર્તા નિષ્ફળ જતા તેમણે આ પગલું ભર્યુ છે. અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હજારો લીટર દૂધ રસ્તાઓ પર ઢોળી દીધુ અને શાકભાજી અને ફળોની આપૂર્તિ પર રોક લગાવી. તેમણે પહેલેથી જ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પૂરી ન થઈ તો તેઓ શહેરો સુધી દૂધ, શાકભાજી અને ફળોને પહોંચવા દેશે નહીં. આ દરમિયાન નાસિક, સતારા, પૂણે સહિત અનેક જગ્યાઓ પર છૂટક હિંસાના અહેવાલો છે. સતારા પાસે ખેડૂતોએ એક દૂધ ટેન્કર પર હુમલો કર્યો. નાસિક પાસે પણ કેટલાક પોલીસ વાહનો પર પથ્થરમારો થયો. અહમદનગર જિલ્લામાં ખેડૂતો હાઈવ પર દૂધ ઢોળીને વિરોધ કરતા નજરે ચડ્યાં.