મોદી સરકારના નવા કૃષિ કાનૂનોને લઈને ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારે કૃષિ કાયદામાં કેટલાક સંશોધનની સલાહ તરીકે લેખિતમાં આશ્વાસન આપ્યું છે. જોકે ખેડૂતોનું વલણ હજુ પણ યથાવત્ છે. સરકાર તરફથી આપેલો સંશોધનનો પ્રસ્તાવ ખેડૂત સંગઠનોએ ફગાવી દીધો છે. આ પછી કિસાન નેતાઓની બેઠકમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા હતા. આ વખતે દિલ્હી-ઉત્તર પ્રદેશ હાઇવે અને રાજસ્થાન હાઇવે ઠપ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાકાબંધની ખબર છે. સરકારે ખેડૂતો સામે 9 સૂત્રીય પ્રસ્તાવ રાખ્યો હતો. આ ડ્રાફ્ટ 13 સંગઠન નેતાઓને મોકલવામાં આવ્યો હતો.