પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે શંભુ બોર્ડર પર તૈનાત એક પોલીસકર્મીનું મૃત્યુ થયું છે. પોલીસકર્મીની ઓળખ હરિયાણા પોલીસના સબ ઈન્સ્પેક્ટર હીરાલાલ તરીકે થઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે કે, હીરાલાલ 52 વર્ષના હતા અને ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને તેમને શંભુ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા. શંભુ બોર્ડર પંજાબના પટિયાલામાં આવેલી છે. સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલ હરિયાણાના સરહદી ભાગમાં તૈનાત હતા.