હરિયાણાના હિસાર જિલ્લાના એક કિસાને રવિવારે ટીકરી બોર્ડર (Tikri Border) વિરોધ સ્થળથી લગભગ સાત કિલોમીટર દૂર એક ઝાડ સાથે ફાંસી લગાવી કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદા (Farm laws) વિરુદ્ધ આંદોલનનું સમર્થન કરનાર 49 વર્ષીય કિસાને કથિત રીતે એક સ્યુસાઇડ નોટ છોડી છે.
બહાદુરગઢ શહેર પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય કુમારે જણાવ્યુ, પીડિત રાજબીર હિસાર જિલ્લાના એક ગામમાં રહેતા હતા. કેટલાક કિસાનોએ તેનો મૃતદેહ લટકતો જોયો અને તેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે જણાવ્યુ કે, રાજબીરે કથિત રીતે મૂકેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, તેમના દ્વારા ભરવામાં આવેલ આ પગલા માટે ત્રણ કૃષિ કાયદા જવાબદાર છે.