દેશના 12 મુખ્ય વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરી સંયુક્ત કિસાન મોર્ચા તરફથી 26 મેએ થનારા દેશવ્યાપી પ્રદર્શનને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાન આંદોલનના 6 મહિના પૂરા થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.
વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરી કિસાનોના 26 મેના પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે 12 મેએ સંયુક્ત રૂપથી પ્રધાનમંત્રીને પત્ર લખી કહ્યું હતું કે મહામારીનો શિકાર બની રહેલા આપણા લાખો અન્નદાતાઓને બચાવવા માટે કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે જેથી તે પોતાનો પાક ઉગાવીને ભારતીય જનતાનું પેટ ભરી શકે.