એક બાજુ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને બીજી બાજુ આજથી સંસદની બહાર જંતર મંતર પર ખેડૂતોની 'સંસદ' ચાલશે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની ખેડૂતોની માગણીને દિલ્હી પોલીસે શરતી મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ બુધવારે ત્રીજા રાઉન્ડની બેઠક બાદ 200 ખેડૂતોને જંતર મંતર પર ખેડૂત સંસદનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનો ભંગ ન થાય તે જોતા આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે.
પોલીસ અને ખેડૂતો વચ્ચે આ વાતો પર સહમતિ બની
- ખેડૂત સંસદ રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
- દરેક સંગઠનમાંથી 5 લોકો સામેલ થશે જેમની પસંદગી કરવામાં આવી હશે.
- અલગ અલગ બોર્ડરની જગ્યાએ ખેડૂતોને સિંધુ બોર્ડરથી દિલ્હીમાં એન્ટ્રી અપાશે.
- સિંધુ બોર્ડર પર ભેગા થયા બાદ ખેડૂતો બસો દ્વારા જંતર મંતર જશે.
- ખેડૂતોની બસોની સાથે પોલીસની ગાડી પણ ચાલશે.
- જંતર મંતર પર કોવિડના નિયમો સાથે પ્રદર્શન કરવાનું રહેશે.
- સુરક્ષાની વ્યવસ્થા સાથે જંતર મંતર પર CCTV થી પણ નજર રખાશે.
- 5 વાગ્યા બાદ બસો દ્વારા જ ખેડૂતોને પાછા સિંધુ બોર્ડર પર પહોંચાડી દેવાશે.
- ખેડૂત સંસદમાં જે મંચ બનશે, તેના પર તે ખેડૂતોમાંથી જ સંબોધિત કરી શકશે.