૩ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની માગ સાથે દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ૪ જાન્યુઆરીના રોજ વધુ મંત્રણા યોજાય તે પહેલાં ખેડૂત સંગઠનોેએ જણાવ્યું છે કે ૪ જાન્યુઆરી સુધીમાં અમારી માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂતોે વલણ આકરું બનાવતાં ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી તરફ ટ્રેક્ટર પરેડનું આયોજન કરવાની ચેતવણી આપી છે. કિસાન પરેડની જાહેરાત કરતા ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે સરકાર કાયદા રદ નહીં કરે ત્યાં સુધી અમે દિલ્હીની સરહદો પરથી હટવાના નથી. દિલ્હી પ્રેસ ક્લબ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા ખેડૂત આગેવાન દર્શનપાલ સિંહે જણાવ્યું હતું કે કૃષિ કાયદા નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમે દિલ્હીની સરહદો પર જ રહીશું. ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી તરફ ટ્રેક્ટર પરેડનું આયોજન કરાયું છે.