ખેડૂત સંગઠનોએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કૃષિ કાયદા મુદ્દે પડેલી મડાગાંઠના ઉકેલ માટે રચાયેલી સમિતિના બાકીના ત્રણ સભ્યોને પણ દૂર કરીને સંવાદિતા સાથે ફરજ બજાવી શકે તેવા નવા સભ્યોની વરણી કરવા વિનંતી કરી છે. ભારતીય કિસાન યુનિયન લોકશક્તિ સંગઠને રજૂઆત કરી છે કે સમિતિમાં જે ચાર સભ્યોની વરણી થઇ હતી તે કાયદાના તરફદાર હોવાથી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થશે. ખેડૂત સંગઠનો સોગંદનામું રજૂ કરીને ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન ઉજવણીને નુકસાન પહોંચાડે તે રીતે ખેડૂત સંગઠનો દ્વારા યોજાનારી સૂચિત ટ્રેક્ટર માર્ચ સહિતના વિરોધ કાર્યક્રમને રોકવા દિલ્હી પોલીસ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ થયેલી અરજીને ફગાવી દેવા પણ માગણી કરી છે.