સંસદના બજેટ સત્રના પહેલા જ દિવસે પંજાબના ખેડૂતોએ પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. સંસદ પાસે જંતર-મંતર પર સેંકડો ખેડૂતોએ કર્યો વિરોધ, ખેડૂતો સરકારના વચન ન આપવાથી નારાજ છે. ખેડૂતો એમએસપી, પંજાબમાં પાણીની તંગી, લખીમપુર ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની સામે કાર્યવાહી, પર્યાવરણીય પ્રદૂષણ અને પડતર માંગણીઓ સામે વિરોધ કરી રહ્યા છે.