હરિયાણાના ખેડૂતોએ ટેકાના ભાવને લઇને દિલ્હી-ચંડીગઢ હાઇવે જામ કરી દીધો હતો. કુરુક્ષેત્રમાં ખેડૂતોએ ટેકાના ભાવ મુદ્દે એમએસપી આપો, ખેડૂતો બચાવો નામે મહાપંચાયત યોજી હતી, જે બાદ દિલ્હી-ચંડીગઢ હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે હાઇવે પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.