ખેડૂતો-મજૂરોની સમસ્યાઓ અંગે ભારતીય કિસાન સંગઠનના નેતૃત્વમાં હજારો ખેડૂતો આજે નોઈડાથી દિલ્હી સુધી રેલી કરી રહ્યા છે. જણાવી દઈએ કે હજારોની સંખ્યામાં ખેડૂતો તેમની 15 મુખ્ય માગણીઓ મોદી સરકાર સામે રજૂ કરવા સહારનપુરથી ચાલતા દિલ્હી તરફ રેલી કરી રહ્યા છે. જોકે તે પહેલાં જ દિલ્હી પોલીસે ખેડૂતોને દિલ્હી આવતા રોકવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.