રાજ્યસભામાં કૃષિ ખરડા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે જંગ ખેલાઇ રહ્યો હતો ત્યારે બીજીતરફ પંજાબ અને હરિયાણામાં કૃષિ ખરડાના વિરોધમાં હજારો ખેડૂતો સડકો પર ઉતરી આવ્યાં હતાં. હરિયાણામાં હજારો ખેડૂતોએ રાજયમાંથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ચક્કાજામ સર્જી કૃષિ ખરડાઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પગલે અંબાલા બોર્ડરથી દિલ્હી સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પંજાબના મોહાલી નજીકના નેશનલ હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠાં થયાં હતાં અને દિલ્હી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન શરૂ કર્યું હતું. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ કરનાલ હાઇવે બંધ કરાવી દીધો હતો. બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરતાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને ખેડૂતોને વિખેરવા વોટર કેનોનનો મારો ચલાવ્યો હતો. ખેડૂતોની સંભવિત દિલ્હી કૂચના પગલે દિલ્હી પોલીસને પણ હાઇએલર્ટના આદેશ જારી કરાયાં છે.